એક્સેસિબિલિટિ સ્ટેટમેન્ટ - The Weather Channel | weather.com

સુગમતાલક્ષી નિવેદન

The Weather Channel અને weather.com પર અમે અમારી સેવાઓને વ્યાપક રીતે સુગમ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ, તેમાં વિકલાંગતા અથવા વય પ્રમાણે થતી ઈજા ધરાવતા ઉપયોગકર્તાનો પણ સમાવેશ થાય છે.

આ સુગમતાલક્ષી નિવેદન જે સુગમતાલક્ષી ધોરણોનું પાલન કરવા માટે અમે જે પ્રયાસ કરીએ છીએ તેને જાહેર કરે છે, તેમાં The Weather Companyના ધોરણોનું પાલન કરવાનો અને તૃતિય પક્ષના ટૂલ્સનો લાભ લેવાનો તેમજ યુ.એસ. પુનર્વસન અધિનિયમની કલમ 508 તથા વર્લ્ડ વાઇડ વેબ કોર્સોટિયમ વેબ એક્સેસિબિલીટી ઇનિશિએટિવ (W3C WAI)ની વેબ સામગ્રીની સુગમતાલક્ષી માર્ગદર્શિકાઓ (WCAG 2.0) દ્વારા પરિભાષિત કરેલી સુગમતાલક્ષી શ્રેષ્ઠ પ્રણાલીઓ અને ધોરણોમાંથી માર્ગદર્શન મેળવાનો સમાવેશ થાય છે.

આ નિવેદન તમારા અમારી વેબસાઇટ તથા અમારી મોબાઇલ એપ્લિકેશનો સાથે થતી ક્રિયા-પ્રતિક્રિયાને લાગુ પડે છે.

સુગમતાને ટેકો આપવાના પગલાં

અમારી વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશનોને સંબંધિત અમે નીચે મુજબના સુગમતાલક્ષી પગલાં ભરીએ છીએ:

  • અમારી સમગ્ર આંતરિક નીતિઓમાં સુગમતા સમાવો
  • અમારા કર્મચારી માટે સાતત્યપૂર્ણ સુગમતાલક્ષી તાલીમ પૂરી પાડો
  • સુગમતાલક્ષી સ્પષ્ટ લક્ષ્યાંકો અને જવાબદારીઓ સોંપો
  • સુગમતાલક્ષી ગુણવત્તા સુનિશ્ચિત કરવાની ઔપચારિક પદ્ધતિઓ લાગુ કરો
  • સંવાદિતતા સુનિશ્ચિત કરવા માટે 3જા પક્ષના ટૂલ અને આકરણીનો ઉપયોગ કરો
  • વિકલાંગ લોકો માટે નિઃશુલ્ક સહાયક તકનીક અને સહાયવાળા 3જા પક્ષના ટૂલનો ઉપયોગ કરો

સુસંગતતા અને સહાયક તકનીક

અમારી વેબસાઇટો અને મોબાઇલ એપ્લિકેશનો નીચેની સિસ્ટમો અને બ્રાઉઝરો સાથે સુસંગત રહે તેવી રીતે ડિઝાઇન કરેલ છે:

  • નીચેની OS અને બ્રાઉઝર વર્ઝનો સાથે અમારી વેબસાઇટો કામ કરે તેવું અપેક્ષિત છે:
    • ઓપરેટિંગ સિસ્ટમ: અમે ISO, Android, Windows અને OSX ના અદ્યતન બે વર્ઝનોને સપોર્ટ કરીએ છીએ.
    • બ્રાઉઝરો: The Weather Channel – weather.com Google Chrome, Mozilla Firefox, Apple Safari અને Microsoft Edge ના બે અદ્યતન બ્રાઉઝર વર્ઝનોને સપોર્ટ કરે છે
  • IOS અને Android માટે અમારી મોબાઇલ એપ્લિકેશનો નવીનતમ ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરે, તેવું અપેક્ષિત છે. સપોર્ટેડ ઓપરેટિંગ સિસ્ટમો અને બ્રાઉઝરો માટે અમારી વેબસાઇટો અને મોબાઇલ એપ્લિકેશનો વોઇસ રેકોગ્નિશન પ્રોગ્રામ્સ, સ્ક્રીન રીડર્સ, સ્ક્રીન એન્લાર્જમેન્ટ એપ્લિકેશનો, અને ડિજિટલ મીડિયાના ક્લોઝડ કેપ્શનિંગ સાથે સુસંગત છે.

મર્યાદાઓ અને વિકલ્પો

અમારી સેવાઓની સુગમતાને સુનિશ્ચિત કરવાના અમારા પ્રયાસો છતાં, તેમાં થોડી મર્યાદાઓ હોઈ શકે છે. નીચે જાણીતી કેટલીક મર્યાદાઓનું અને સંભવિત સમાધાનોનું વર્ણન આપેલ છે.

સેવાઓને લગતી જાણીતી મર્યાદાઓ:

  • રડાર પૃષ્ઠ: The Weather Channel પ્રોપર્ટીઝમાં રડાર પૃષ્ઠ શામેલ છે કે જેમાં વિસ્તારનો નકશો અને હવામાનલક્ષી ઘટનાઓની ટાઇલ્સનો નકશો છે. આ છબીઓને સક્રીન રીડર્સ દ્વારા વાંચી શકાતી નથી કારણ કે નકશાની ટાઇલ્સ ડાયનામિક રીતે બને છે અને વિસ્તારનું ચિત્ર બતાવીને તથા તે વિસ્તારની હવામાનની સંભવિત પરિસ્થિતિઓના આધારે માહિતી પૂરી પાડે છે. કૃપા કરીને, હવામાનની પરિસ્થિતિઓ અને આગાહીને લગતી માહિતી માટે આજે, દર કલાકના અથવા 10 દિવસના પૃષ્ઠ પર જાઓ.
  • ઓરિએન્ટેશન: The Weather Channel મોબાઇલ એપ્લિકેશનો લેન્ડસ્કેપ વ્યુ માટે ડિઝાઇન થયેલી નથી. હલન-ચલન કરવામાં અક્ષમ જેવા કેટલાંક ઉપયોગકર્તાનાં જૂથ ઉપયોગમાં સરળતા માટે ચોક્કસ ઓરિએન્ટેશનમાં (પોટ્રેટ કે લેન્ડસ્કેપ) સ્ક્રીનનો ઉપયોગ કરવાનું ઇચ્છતા હોઈ શકે, પરંતુ ડિઝાઇન ફક્ત 'પોટ્રેટ' મોડને એકને જ સપોર્ટ કરે છે.

પ્રતિક્રિયા આપો

જો તમને સેવાઓમાં સુગમતાલક્ષી અવરોધ આવે, તો કૃપા કરીને અમને જાણ કરો. તમે અમારો નીચે મુજબ સંપર્ક કરી શકો છો: